સાન્યસ સીટી-ભાડજ સર્કલ પર, નિર્માંણ પામી રહ્યો છે, ડબલડેકર 6 લેન ફ્લાયઓવર બ્રીજ
સાયન્સ સીટી અને ભાડજ સર્કલ પર હાલ ફ્લાયઓવર બ્રીજ નિર્માંણ પામી રહ્યો છે. તે ડબલ ડેકર 6 લેન ફ્લાયઓવર બ્રીજ છે. જેનું નિર્માણકામ મહેસાણની અનંતા પ્રોકોન કંસ્ટ્રક્શન કંપની કરી રહી છે. જેનું કામ હાલ શરુ કરી દેવામાં આવ્યું છે. આવનારા 24 મહિનામાં આ બ્રીજનું નિર્માણ કાર્ય પૂર્ણ થશે તેવું અનંતા પ્રોકોનના ડાયરેક્ટર રાજેન્દ્ર પટેલે જણાવ્યું છે. ઉપરાંતમાં તેમણે જણાવ્યું હતું કે, આ બ્રીજ ડબલ ડેકર બ્રીજ નિર્માંણ કરવામાં આવી રહ્યો છે. જેથી, વાહનવ્યવહારમાં કોઈ જ ટ્રાફિક સમસ્યા સર્જાઈ નહીં.
બ્રીજની લંબાઈ 920 મીટર(420 સ્લેબ, 500 મીટર રીવૉલ, ગાંધીનગરથી સરખેજ રીંગ રોડ તરફની લેન) અને અંડરપાસ બ્રીજની લંબાઈ 332 મીટર (સાયન્સ સીટીથી ભાડજ તરફની લોન)
એવું કહેવાય છેકે, જે સીટીને ફરતે વધુ રીંગ રોડ હોઈ, તે સીટીનો વર્ટીકલ અને હોરિઝોન્ટલ ડેવલપમેન્ટ સર્વોત્તમ થાય. ગુજરાતની આર્થિકનગરી અમદાવાદને ફરતે આવેલા 76 કિલોમીટરના રીંગ રોડ અમદાવાદના શહેરના વિકાસની ધરાહર છે. જેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર એસપી રીંગરોડ પર કોઈ જ પ્રકારનો ટ્રાફિક ન થાય તે માટે જરુરિયાત મુજબ ફ્લાયઓવર બ્રીજ નિર્માંણ કરવામાં આવી રહ્યા છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
8 Comments