Gujarat SpecialNEWS
ઉમિયાધામ – જગત જનની માં ઉમિયાના મંદિર નિર્માંણકાર્યની ગતિશીલતા શરુ
અમદાવાદના જાસપુર ખાતે, 1000 કરોડના ખર્ચે 100 વીઘા જમીનમાં નિર્માંણ પામવા જઈ રહેલા 431 ફૂટ ઊંચાઈ ધરાવતું જગત જનની મા ઉમિયાનું ભવ્ય મંદિરનું નિર્માંણકાર્ય શરુ કરવા માટેના કાર્યો તેજ કરવામાં આવી રહ્યા છે.અને આવનારા સમયમાં મંદિરનું નિર્માંણકાર્યને શરુ કરવામાં આવશે તેવી સૂત્રો દ્વારા માહિતી મળી છે. હાલ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના શ્રેષ્ઠીઓ અને મા ઉમિયાના સેવકોએ નિર્માંણકાર્ય માટે કેટલાક કામોનું સોપણી કરવામાં આવી રહી છે.
431 ફુટ ઊંચાઈ ધરાવતા ભવ્ય મંદિરમાં 87 મીટર એટલે કે 270 ફુટ વ્યૂ ગેલેરી નિર્માંણ કરાશે. જ્યાંથી દર્શનાર્થીઓ અમદાવાદને નિહાળી શકશે. જર્મની અને ભારતીય આર્કીટેક્ટ કંપનીના સંયુક્ત ઉપક્રમે ડીઝાઈન કરવામાં આવશે. આ મંદિર સંપૂર્ણપણે ભારતીય સંસ્ક્રૃતિની પરંપરા અને વાસ્તુશાસ્ત્ર-વૈદિક અનુસાર નિર્માંણ પામશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
6 Comments