મહાત્મા મંદિર એટલે એકતા અને વિકાસનું સ્મારક

પાટનગર ગાંધીનગરમાં સેક્ટર 13માં આવેલું 34 એકર ભૂમિ પર આકારિત થયેલું મહાત્મા મંદિર ભારતનું સૌથી મોટું સંમેલન અને પ્રદર્શન કેન્દ્ર તેમજ સ્મારક સંકુલ છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદહસ્તે આ મંદિરનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું છે.
મહાત્મા મંદિર ગુજરાત દેશ અને દુનિયાની અનેક ઈવેન્ટ કે સંમેલનોની સાક્ષી બન્યું છે. તેમાં ખાસ કરીને વાત કરીએ તો, વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર સમિટ 2011, 2013,2015,2017 નું સાક્ષી બન્યું છે. તેમજ પાટીદાર સમાજનો વિશ્વસ્તરીય બે ગ્લોબલ પાટીદાર ટ્રેડ શોનું પણ સાક્ષી બન્યું છે.

આ સ્મારકના પાયાના નિર્માંણમાં ગુજરાતના તમામ 18,066 ગામડાંમાંથી માટી મંગાવી હતી. તેમજ ભારતની સાત નદીઓનાં જળ પણ લાવવામાં આવ્યાં છે. આ તમામને પાયાના નિર્માંણમાં મૂકવામાં આવ્યાં છે. જેથી, મહાત્મા મંદિર એ એકતા અને વિકાસના સ્મારક છે જે દુનિયાભરમાં નામાંકિત બન્યું છે.
દેશના નામાંકિત કંસ્ટ્રક્શન કંપની લાર્સન એન્ડ ટુબ્રો અને શાપુરજી પાલનજી એન્ડ કંપને બે તબક્કામાં આ સ્મારકનું નિર્માંણ કર્યું છે. આ મંદિરની ડીઝાઈન સંપૂર્ણપણે ઈકોફ્રેન્ડલી છે. 135 કરોડ રુપિયાના ખર્ચે નિર્માંણ થયું હતું. જ્યારે બીજો તબક્કામાં મીઠાના ટેકરાનું સ્મારક, એક બગીચો, સસ્પેશન બ્રીજ, પવન ચક્કીઓ અને પાર્કિંગની જગ્યા વગેરેને રુ. 80 કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલ છે.

મહાત્મા મંદિર આર્થિક સંમેલન માટેનું કેન્દ્ર 15,000 હજાર લોકો એકી સાથે સમાવી શકે તેવી ક્ષમતાવાળો થાંભલા રહિત વાતાકુલિત સભાખંડ છે. તેના થિયેટર શૈલીના મુખ્ય હોલમાં 6000 લોકોની ક્ષમતા છે. એક્ઝિબિશન હોલ 10,000 sq ft (930 m2) જેટલો વિશાળ છે. આ કેન્દ્રમાં ચાર સેમિનાર હોલ (ત્રણની બેઠક ક્ષમતા ૫૦૦ અને એકની ક્ષમતા ૧૦૦૦), સાત હાઇ ટેક કોન્ફરન્સ હૉલ અને એક સભાખંડ છે.

લીલા દ્વારા સંચાલીત મહાત્મા મંદિર સંમેલન અને પ્રદર્શન કેન્દ્ર મહાત્મા ગાંધીજીના જીવન અને દર્શનથી પ્રેરણા પામે છે. ૩૪ એકરમાં ફેલાયેલી, તે ભારતની સૌથી મોટી અત્યાધુનિક સુવિધા છે, જે સૌંદર્ય શાસ્ત્ર, કાર્યક્ષમતા અને સુગમતાની ભાવનાને જોડી એક અનન્ય સંકુલ બન્યું છે. ૨૦,૦૦૦ ચો.મી.ના કન્વેન્શન અને એક્ઝિબિશન ક્ષેત્રમાં કુદરતી પ્રકાશ અને હવાદાર જગ્યાઓ વિપુલ પ્રમાણમાં છે અને તે ઊર્જા કાર્યક્ષમ લાઇટિંગ અને મલિન પાણીના વ્યવસ્થાપન ધરાવે છે. હોટેલ લીલા ગાંધીનગર, જે ૨૦૧૯ ની શરૂઆતમાં પૂર્ણ થવાની અપેક્ષા છે,તે સંકુલની અંદર ૩૦૦ રૂમ ધરાવતી ફાઈવ સ્ટાર હોટેલનું નિર્માણ પણ પૂર્ણતાની આરે છે.
સૌજન્ય ગુજરાત સરકાર- ટીમ બિલ્ટ ઈન્ડિયા
15 Comments