વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, મધ્યપ્રદેશના રીવામાં 1500 હેક્ટર જમીન પથરાયેલા 750 મેગાવૉટ વીજળીની ક્ષમતા ધરાવતા સૌર ઊર્જા પરિયોજનાનું ઉદ્દઘાટન કર્યું હતું. 250 મેગાવૉટ વીજળી ઉત્પાદન કરતા કુલ ત્રણ યુનિટ નિર્માંણ કરવામાં આવ્યાં છે. દરેક યુનિટ 500 હેક્ટર જમીનમાં નિર્માંણ કરવામાં આવ્યું છે. આ રીતે કુલ 1500 હેક્ટર જમીનમાં 750 મેગાવૉટ વીજળી ઉત્પાદનની ક્ષમતા ધરાવતા પ્રોજેક્ટને વડાપ્રધાને રાષ્ટ્રને સમર્પિત કર્યો છે.
રીવા અલ્ટ્રા મેગા સોલાર લિમિટડે, આ સોલાર એનર્જી પાર્કને મધ્યપ્રદેશ ઊર્જા વિકાસ નિગમ કંપની અને કેન્દ્રીય અધિકૃત સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના સંયુક્ત સાહસથી નિર્માંણ કર્યો છે. કેન્દ્ર સરકારની 138 કરોડ રુપિયાની સહાય દ્વારા રીવા અલ્ટ્રા મેગા સોલાર લિમિટેડ નિર્માંણ કર્યો છે.આ પ્રોજેક્ટની સફળતા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સમન્વયનો એક ઉત્તમ નમૂનો છે.
રીવા સૌર પરિયોજના ગ્રીડ સમનતા અવરોધને તોડવામાં દેશની પ્રથમ પરિયોજન બની છે. વર્ષ 2017ની શરુઆતમાં પ્રતિ યુનિટ 4.50 રુપિયાની તુલનામાં રીવા પરિયોજનામાં 15 વર્ષ માટે 2.97 રુપિયા પ્રતિ યુનિટ અને 25 વર્ષ માટે 3.30 રુપિયા પ્રતિ યુનિટની સાથે એક ઐતિહાસિક પરિણામ પ્રાપ્ત કર્યું છે. આ પરિયોજનાથી અંદાજિત 15 લાખ ટન કાર્બન ડાયોક્સાઈડ(Co2) બરાબર કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે.
રીવા સૌર ઊર્જા પ્રોજેક્ટ ભારત અને અને વિશ્વમાં તેની માળખાકીય રચના અને નવીનતા માટે જાણીતો બન્યો છે. જેથી, મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યો માટે એક મોડેલ રુપ સાબિત થશે. આ પ્રોજેક્ટમાં ઉત્પાદિત થતી વીજળીમાં 24 ટકા દિલ્હી મેટ્રોમાં અને બાકીની 76 ટકા મધ્યપ્રદેશ રાજ્યમાં ઉપયોગ થશે.
ઉલ્લેખનીય છેકે, વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી હતા, તે દરમિયાન ગુજરાતના પાટણ જિલ્લાના ચારણકા ગામમાં એશિયાનો પ્રથમ અને મોટો રીન્યૂઅલબલ એનર્જી માટે સોલાર પાર્ક નિર્માંણ કરવામાં આવ્યો હતો.આથી,આપણે કહી શકીએ કે, સોલાર પાર્કનું જન્મસ્થળ એટલે ગરવી ગુજરાત.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
13 Comments