બીઆરટીએસ અમદાવાદ સીટી માટે બન્યું મુસાફરી માટેનું શ્રેષ્ઠ માધ્યમ.
અમદાવાદ બીઆરટીએસ એ ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ બોર્ડ(જીઆઈડીબી) દ્વારા અમદાવાદ શહેર માટે વિકસાવવામાં આવેલી ઝડપી પરિવહન સુવિધા છે. જીઆઇડીબી એ ડિઝાઈનનું કામ સેપ્ટ યુનિવર્સીટીને સોપ્યું હતું. પહેલા તબક્કાનો પીરાણા અને આર.ટી.ઓને જોડતો માર્ગ ૧૪ ઓક્ટોબર, ૨૦૦૯ના રોજ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
મુસાફરી માટે રૂટ (સપ્ટેમ્બર ૨૦૧૯)
રૂટ નંબર. | રૂટ માહિતી |
---|---|
1 | ઘુમા ↔ મણિનગર |
2 | સાયન્સ સિટી એપ્રોચ ↔ ઓઢવ રીંગ રોડ (દિલ્હી દરવાજા થઇને) |
3 | આરટીઓ ↔ મણિનગર (અંજલિ થઇને) |
4 | ઝુંડાલ ↔ એલ.ડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ |
5 | વાસણા ↔ નરોડા (નારોલ થઇને) |
6 | નારોલ ↔ નરોડા ગામ |
7 | વિશ્વકર્મા કોલેજ (IIT) ↔ નારોલ (કાલુપુર થઇને) |
8 | ઇસ્કોન ક્રોસ રોડ્સ ↔ નરોડા (કાલુપુર થઇને) |
9 | ગોતા ક્રોસ રોડ ↔ મણિનગર (ગીતામંદિર થઇને ) |
11 | ટાઉનહોલ / એલ.ડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ ↔ ઓઢવ રીંગ રોડ |
12 | આર.ટી.ઓ ↔ સી.ટી.એમ ક્રોસ રોડ |
101 | આર.ટી.ઓ → આર.ટી.ઓ (સરક્યુલર, કાલુપુર → અંજલિ) |
201 | આર.ટી.ઓ → આર.ટી.ઓ ( અંજલિ → કાલુપુર) |
અમદાવાદમાં અત્યારે ૭૨ લાખ લોકો વસે છે[૮], જે આંકડો વર્ષ ૨૦૩૫ના અંતે ૧ કરોડ ૧૦ લાખને પહોચી શકે છે. આ પરિસ્થિતિને કારણે નરોડા અને બીજા નાના ગામડાઓમાં લોકોનો વસવાટ વધશે, જેથી ૨૦૩૫માં અમદાવાદનો વિસ્તાર ૧,૦૦૦ને આંબી જશે. આ ઉપરાંત, ત્રીજા ભાગના શહેરના વિદ્યાર્થીઓ આ સૂચિત બીઆરટીએસના માળખા પર ચાલીને પહોચી શકાય તેટલા અંતરે વસવાટ કરે છે. આમ, શહેરમાં આવનજાવન માટે માળખાગત સુવિધા ઉભી કરવાની તાતી જરૂરિયાત અને તક છે. આવા ઝડપી શહેરીકરણના સમયમાં,શહેરના વિકાસને ટકાવી રાખવા અને વેગ આપવા કાર્યક્ષમ અને ઝડપી બસ સુવિધા ખૂબ જ જરૂરી છે. ભવિષ્યની આ માંગને પહોચી વળવા, રાજ્ય અને સ્થાનિક સરકારે એક સંકલિત જાહેર પરિવહન યોજના ઘડી છે, જેનો બસ ઝડપી પરિવહન સુવિધા(બીઆરટીએસ) અગત્યનો ભાગ છે. ભવિષ્યમાં, આ સુવિધાના પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણના બે સેવામાર્ગો ઉપરાંત, અમદાવાદ મેટ્રો સાથે સંકલિત કરવામાં આવશે.
17 Comments