GujRERAએ, 1000થી વધારે ડેવલપર્સના પ્રોજેક્ટ-લિક્ડ બેંક ખાતાંઓને બિનપાલન મુદ્દે ફ્રીઝ કર્યાં, માર્કેટને મોટો ફટકો
ગુજરાતભરના રિયલ એસ્ટેટ ડેવલપર્સને મોટો ફટકો પડ્યો છે. કારણ કે, ગુજરાત રેરા ઓથોરિટીએ, 1000 કરતાં વધારે રિયલ એસ્ટેટ ડેવલપર્સના પ્રોજેક્ટ-લિક્ડ બેંક ખાતાઓને બિન પાલન મુદ્દાઓને કારણે ફ્રીઝ કરવામાં આવ્યા છે. આ તમામ ડેવલપર્સ ગુજરાત રેરામાં સમયમર્યાદામાં ગુજરેરા સાથે પ્રોજેક્ટ પૂર્ણતાની સ્થિતિને અપડેટ કરવા કે, તેના માટે એક્સ્ટેન્શનની માંગણી કરવા માટે ક્વાર્ટર એન્ડ સુધી પાલન કરવામાં નિષ્ફળ રહ્યા છે.
ગુજરાત રેરાના આ પગલાંથી, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના અસંખ્ય ડેવલપર્સને અસર થશે. કારણ કે, આ કાર્યવાહી પ્રોજેક્ટના બાકીના યુનિટોની જાહેરાત અથવા વેચાણ કરવા પર પ્રતિબંધ મૂકે છે. વધુમાં ડેવલપર્સ આ પ્રોજેક્ટ્સ માટે ક્રેડિટ પણ માંગી શકે નહી.
ડેવલપર્સે ગુજરાત રેરા દ્વારા નિર્ધારિત પ્રોજેક્ટ-પૂર્ણતા અનુપાલન ધોરણોનું પાલન કરવું આવશ્યક છે. જેનો અર્થ એ છે કે, પ્રોજેક્ટ પૂર્ણ થવાની વિગતો નોંધણી સમયે ઉલ્લેખિત તારીખ અનુસાર, ગુજરાત રેરા સાથે અપડેટ કરવી જરુરી છે. જો ડેવલપર્સ પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય તો, નિર્દિષ્ટ તારીખ સુધીમાં પ્રોજેક્ટ અંગે ગુજરાત રેરા પાસેથી એક્સટેન્શન માંગવાનું હોય છે. આવું પાલન ગુજરાતના 1000 કરતાં પણ વધારે ડેવપર્સે કર્યું નથી. તેમજ એક્સટેન્શન માટે અરજી પણ કરી નથી.જેથી આ તમામ ડેવલપર્સના પ્રોજેક્ટ બેંક ખાતાનાં ફ્રીઝ કરવામાં આવ્યાં છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય-ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.