એસફાર્મ્સઈન્ડિયા સાથે મળી IIM અમદાવાદે ખેતીની જમીનના ભાવ માટે ભારતનો પહેલો એગ્રી લેન્ડ પ્રાઇસ ઇન્ડેક્સ શરૂ કર્યો
IIM Ahmedabad In Collaboration With SFarmsIndia To Launch India's First Agri Land Price Index For Farmland Prices
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદે (IIM-A), ભારતના પ્રથમ કૃષિ જમીન માર્કેટ એસફાર્મ્સઈન્ડિયા સાથે મળીને એગ્રી લેન્ડ પ્રાઇસ ઇન્ડેક્સ (ઇસાલ્પી) લોન્ચ કર્યો છે. કૃષિ જમીનના ભાવ બતાવતો આ ભારતનો સૌપ્રથમ ઇન્ડેક્સ છે જે સમગ્ર દેશમાં ખેતીની જમીનના ભાવનો ‘ગુણવત્તા નિયંત્રિત’ ડેટા રેકોર્ડ કરશે અને રજૂ કરશે. આ ઇન્ડેક્સ ખાસ કરીને ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં બેન્ચમાર્કિંગ જમીનના ભાવની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે. આવા કિસ્સામાં, આ ઇન્ડેક્સ એક વિશ્વસનીય સ્રોત બની રહેશે અને ખેતીની જમીનના રિયલ એસ્ટેટમાં સંભવિત રૂપાંતરણનો સંકેત આપશે. IIM-Aમાં મિશ્રા ફાઇનાન્શિયલ માર્કેટ એન્ડ ઈકોનોમી સેન્ટરના નેજા હેઠળ આ ઇન્ડેક્સ શરૂ કરવામાં આવી રહ્યો છે.
ભારતમાં વિશ્વની ખેતીવાળી જમીનનો માત્ર 2% હિસ્સો
IIM-Aના ડિરેક્ટર એરોલ ડીસોઝાએ જણાવ્યું કે, માત્ર 20 કરોડ હેક્ટરથી વધુ જમીન સાથે, ભારતમાં વિશ્વની ખેતીવાળી જમીનનો માત્ર 2% હિસ્સો છે; પરંતુ વિશ્વની 15%થી વધુ વસ્તીને આ જમીન જ ખોરાક આપે છે. તાજેતરમાં, અમે કૃષિ જમીન અને સંલગ્ન વ્યવસાયોમાં ઉદ્યોગસાહસિક રુચિમાં ઉછાળો જોયો છે. અમે માનીએ છીએ કે ભારત માટે આ પ્રકારનો ઇન્ડેક્સ શરૂ કરવાનો આ યોગ્ય સમય છે. ઇસાલ્પી સાથે, અમે તમામ હિતધારકો માટે રાષ્ટ્રીય તેમજ પ્રાદેશિક સ્તરે માહિતગાર નિર્ણયો લેવા અને કૃષિ વ્યવસાય પ્રવૃત્તિઓને સમર્થન આપવા માટે સક્ષમ થવા માટે વધુ સારા ડેટા સોર્સ બનાવવાની આશા રાખીએ છીએ.
ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટમાં મદદરૂપ થશે
IIM-Aના જણાવ્યા પ્રમાણે હાલમાં ઇસાલ્પી છ રાજ્યો આંધ્ર પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ, તેલંગાણા અને ઉત્તર પ્રદેશના લેન્ડ લિસ્ટિંગ ડેટા પર આધારિત છે. ભારતના અન્ય રાજ્યોમાંથી વધુ ડેટા મળવાની સાથે, ઇન્ડેક્સ બે રીતે વધુ મૂલ્યવાન બની શકે છે. પ્રથમ, તે રાષ્ટ્રીય સંદર્ભનું શ્રેષ્ઠ પ્રતિનિધિત્વ પ્રદાન કરશે. બીજું, તે પ્રાદેશિક સ્તરે વધુ સૂક્ષ્મ ઇન્ડેક્સ ઓફર કરશે. વધુમાં, આ ઇન્ડેક્સ નીતિ નિર્માતાઓ, સ્થાનિક સરકારો, પર્યાવરણવાદીઓ, રોકાણકારો, રિયલ એસ્ટેટ ડેવલપર્સ અને ફાઇનાન્સર્સ સહિત સમગ્ર સ્પેક્ટ્રમના હિતધારકોને ઘણો ફાયદો કરી શકે છે. દાખલા તરીકે, હાઈવે વિસ્તરણ માટે જમીન ગુમાવનારા લોકોને વળતર આપવા માટે સ્થાનિક સરકારો દ્વારા ઈન્ડેક્સનો ઉપયોગ કરી શકાય છે.
રોકાણ સહિત નીતિ વિષયક બાબતોમાં ઉપયોગી થશે
પ્રોજેક્ટ લીડર અને IIM-Aના રિયલ એસ્ટેટ ફાઇનાન્સના સહયોગી પ્રોફેસર પ્રશાંત દાસે જણાવ્યું કે, રોકાણકારો આ માહિતીનો ઉપયોગ ઐતિહાસિક જોખમ અને ભૂતકાળમાં વળતરનું મૂલ્યાંકન કરવા, ભવિષ્ય માટે તેમની રોકાણની સ્થિતિ નક્કી કરવા આ મેટ્રિક્સની આગાહી કરવા માટે કરી શકે છે. ફંડ મેનેજરો અને નિર્માતાઓ આ માહિતીનો ઉપયોગ તેમના પોતાના પ્રદર્શનને વ્યાપક રીતે બેન્ચમાર્ક કરવા માટે કરી શકે છે . ફાઇનાન્સર અને વીમાદાતાઓ આ માહિતીનો ઉપયોગ ઇન્ડેક્સમાં પ્રતિબિંબિત એસેટ ક્લાસ સંબંધિત કંપનીમાં જોખમનું મૂલ્યાંકન કરવા માટે કરી શકે છે. સંશોધકો આ માહિતીનો ઉપયોગ ચોક્કસ એસેટ ક્લાસમાં કીંમતોની વધ-ઘટ સાથે આર્થિક ઘટનાઓ અને પરિબળો કેવી રીતે સંકળાયેલા છે તેનો અભ્યાસ કરવા માટે કરી શકે છે. નીતિ નિર્માતાઓ તેનો ઉપયોગ તેમની નીતિઓને સુધાર કરવા માટે કરી શકે છે.
લેન્ડ પાર્સલ માટે ઇન્ડેક્સ વિકસાવવું એ એક જટિલ કાર્ય
એસફાર્મ્સઈન્ડિયાના સીઈઓ કામેશ મુપ્પારાજુએ જણાવ્યું હતું કે, એસફાર્મ્સઈન્ડિયા ડેટા વેરહાઉસિંગ અને માઇનિંગ પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરે છે જેનો ઉદ્દેશ્ય અત્યાધુનિક કૃષિ – રિયલ્ટી ડોમેન વિશિષ્ટ એઆઈ ક્ષમતાઓને બજારમાં લાવવાનો છે. એગ્રી-લેન્ડ પ્રાઇસ ઇન્ડેક્સ (ઇસાલ્પી) વિકસાવવા માટે IIM-A સાથે સહયોગ આ સંદર્ભમાં એક મહત્વપૂર્ણ પગલું છે. નાણાંકીય અસ્કયામતોથી વિપરીત, લેન્ડ પાર્સલ માટે ઇન્ડેક્સ વિકસાવવું એ એક જટિલ કાર્ય છે કારણ કે બજાર વ્યાપક પુરવઠા-માગના પરિબળો સહિતના ઘણા પરિબળોને કારણે વિવિધ સૂચિઓમાં દૃશ્યમાન ભાવનો તફાવત છે. ઇસાલ્પીની તૈયારી માટે અપનાવવામાં આવેલી પદ્ધતિ આ અસમાનતાઓને દૂર કરે છે અને ચોકસાઈની ખાતરી કરે છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
6 Comments