Logistic & IndustrialNEWSPROJECTS

વેરહાઉસિંગની માંગ અને ભાડામાં ઘટાડો થવાની સંભાવના – નાઈટ ફ્રેકનો રિપોર્ટ

Knight Frank Over Warehousing & Rent

રીયલ એસ્ટેટ નોલેજ એન્જસી નાઈટફ્રેકે રજૂ કરેલા ઈન્ડિયા વેરહાઉસિંગ માર્કેટ રિપોર્ટ-2020ના જણાવ્યાનુસાર, કોરોના મહામારીને લીધે, વેરહાઉસિંગની માંગમાં  ઘટાડો થવાની ધારણા છે અને રેન્ટલ સેગમેન્ટમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે, છેલ્લા ત્રણ વર્ષમાં આ સેક્ટરમાં એકંદરે શ્રેષ્ઠ વૃદ્ધિ જોવા મળી હતી.

સંસ્થાકીય રોકાણોની વાત કરીએ તો, 2018માં 2.2 બિલિયન ડૉલર અને 2019માં 1.8 બિલિયન ડૉલર ઈન્વેસ્ટમેન્ટ વૉલ્યૂમ જોવા મળ્યાં છે. 2016માં 125 મિલિયન રોકાણ થયું હતું, જે વધીને, 2017માં 2.3 બિલિયન ડૉલર નોંધાયું હતું. આ રીતે સતત ત્રણ વર્ષમાં વધારો જોવા મળ્યો હતું પરંતુ, 2019માં ઘટાડો જોવા મળ્યો છે.

નાઈટ ફ્રેક જણાવી રહ્યું છેકે, આર્થિક મંદી અને કોરોના મહામારીને, આ ક્ષેત્રમાં રોકાણકારો નિષ્ક્રિય બન્યા છે. જોકે, છેલ્લા ત્રણ વર્ષમાં આ ક્ષેત્રે 44 ટકા જેટલો વાર્ષિક વિકાસ દરની વૃદ્ધિ નોંધાઈ છે.

ઉલ્લેખનીય છેકે, કોરોના વાયરસને કારણે, મોટાપાયે સપ્લાઈ ચેઈનમાં વિક્ષેપ સર્જાયો છે. જેમ કે, ઓટોમોબાઈલ, ગ્રાહક ટકાઉ ચીજવસ્તુઓ, એન્જીનીયરીંગ, ઓટોમોબાઈલના સ્પેરસ્પાર્ટસ્ જેવા સેક્ટરમાં મંદીની અસર જોવા મળી રહી છે. જેને કારણે આવનારા દિવસોમાં વેરહાઉસિંગની માંગ ઘટાડો જોવા મળશે. જોકે, ઈ-કોમર્સ, એફએમસીજી અને થર્ડ પાર્ટી લોજેસ્ટિક સેગમેન્ટમાં હાલ ઊછાળો જોવા મળી રહ્યો છે.

દેશના મોટાં આઠ શહેરોમાં વેરહાઉસિંગ માટે પ્રતિબદ્ધ જમીન 193 મિલિયન ચોરસ ફૂટનો નવો વેરહાઉસિંગ પુરવઠો ઉમેરી શકે છે. હાલમાં 21,163 એકર જમીન વેરહાઉસિંગ માટે પ્રતિબદ્ધ છે. જે હયાત 307 મિલિયન ચોરસ ફૂટ વેરહાઉસિંગ સ્ટોરમાં 63 ટકાના વધુ પુરવઠો ઉમેરવાની સંભાવના ધરાવે છે. વેરહાઉસિંગ ડિમાન્ડમાં છેલ્લા કેટલાક વર્ષોથી મજબૂત વૃદ્ધિ જોવા મળી છે અને વર્ષ 2017માં જીએસટી આવ્યો તે બાદ, વેરહાઉસિંગમાં 44 ટકા વાર્ષિક વિકાસ દર નોંધાયો. 

આઠ શહેરોમાંથી ત્રણ શહેર અમદાવાદ, હૈદરાબાદ અને ચેન્નાઈ વેરહાઉસિંગ ડિમાન્ડમાં સૌથી ટોપ પર છે. મંદી હોવા છતાં, વેરહાઉસિંગ લિઝિંગમાં નાણાંકીય વર્ષ 2020માં મુંબઈ, પૂર્ણ અને અમદાવાદમાં સારી માંગ જોવા મળી હતી.

અહેવાલ મુજબ, ગૌણ બજારોમાં વેરહાઉસિંગ ડિમાન્ડમાં નાણાંકીય વર્ષ 2020માં 20 ટકાનો વૃદ્ધિ જોવા મળી છે. ગૌણ બજાર હજી પણ પ્રારંભિક તબક્કે છે. જે એકંદરે માંગમાં આશરે 13 ટકા ફાળો આપે છે. ઈ-કોમર્સ, થર્ડ પાર્ટી લોજેસ્ટિક, એફએમસીજી અને ફાર્માસ્યુટિકલ જેવા સેક્ટરમાં હાલમાં મજબૂત માંગ દેખાઈ રહી છે.

ટીમ બીલ્ટ ઈન્ડીયા

Show More

Related Articles

16,472 Comments

  1. Hi! I understand this is sort of off-topic but I needed to ask.
    Does operating a well-established website like yours take a massive amount
    work? I’m brand new to blogging but I do write in my journal daily.
    I’d like to start a blog so I can share my personal experience and feelings online.
    Please let me know if you have any kind of ideas or tips for new aspiring blog
    owners. Thankyou!

  2. Its like you read my mind! You seem to know so much about this, like you wrote the book in it or something.
    I think that you can do with some pics to drive the message home a little bit, but other than that, this is wonderful blog.
    A great read. I will definitely be back.

  3. Thank you for sharing your thoughts. I really appreciate your efforts and
    I am waiting for your further post thank you once again.